ગુજરાત

gujarat

ETV Bharat / videos

જામનગરમાં જીમ ખુલતા યુવાઓમાં ઉત્સાહનો માહોલ - જીમ બંધ

By

Published : Aug 5, 2020, 5:22 PM IST

જામનગર : કોરોના મહામારી વચ્ચે આજે બુધવારથી જામનગરમાં જીમ એરોબિકસ અને યોગ કલાસ શરું કરવામાં આવ્યા છે. જેમાં જીમમાં આવતા લોકોને સેનિટાઈઝર, ટેમ્પરેચર અને સોશિયલ ડિસ્ટન્સ સહિત લોકો જીમમાં જોવા મળ્યા હતા. 22 માર્ચથી જામનગરમાં જીમ બંધ હાલતમાં હતા. જે આજે ખુલતા લોકોમાં ઉત્સાહ જોવા મળ્યો હતો. રેગ્યુલર જીમ આવતા યુવક યુવતીઓ રાજ્ય સરકારના નિર્ણયથી ખુશ થયા છે. જીમ માલિકો પણ જીમ બંધ હોવાથી આર્થિક સંકડામણમાં મૂકાયા હતા. જામનગર જિલ્લામાં દિનપ્રતિદિન કોરોનાંના કેસ વધી રહ્યા છે. તો ભીડમાં લોકો એકઠા ન થાય તે માટે વહીવટીતંત્ર દ્વારા પણ સૂચનો કરવામાં આવી રહ્યા છે.જીમમાં આવતા લોકોને ફરજિયાત કોવિડ ગાઈડલાઈનનું પાલન કરવું પડશે.

ABOUT THE AUTHOR

...view details