અમદાવાદ: CM વિજય રૂપાણીના હસ્તે 168 પોલીસકર્મીઓનું પોલીસ ચન્દ્રકથી સન્માન - પોલીસ ચંદ્રક
અમદાવાદઃ મુખ્યપ્રધાને ગુજરાત પોલીસ દળના 168 જેટલા અધિકારીઓ-કર્મયોગીઓને તેમની વિશિષ્ટ અને પ્રસંશનીય સેવા માટે 2014થી 2019ના પ્રજાસત્તાક દિવસ અને સ્વાતંત્ર્ય દિવસ અવસરે જાહેર થયેલા પોલીસ ચન્દ્રક અમદાવાદમાં યોજાયેલા સમારોહમાં એનાયત કર્યા હતા. ગૃહ રાજ્યપ્રધાન પ્રદિપસિંહ જાડેજા, મુખ્ય સચિવશ્રી ડૉ.જે.એન. સિંહ, પોલીસ મહાનિદેશક શિવાનંદ ઝા, ગૃહના અધિક મુખ્ય સચિવ શ્રીમતી સંગતાસિંહ આ અવસરે ઉપસ્થિત રહ્યા હતા. વિજયભાઇ રૂપાણીએ વિશિષ્ટ સેવા માટેના 18 પોલીસ ચન્દ્રક તેમજ પ્રસંશનીય સેવા માટેના 150 પોલીસ પદક એનાયત કર્યા હતા. મુખ્યપ્રધાનએ જણાવ્યું કે, પોલીસના જવાનોએ પોતાના જાનની પરવા કર્યા વગર લોકોની સેવા કરી છે. જેથી ગુજરાત પોલીસ અને રાજ્યનું ગૌરવ વધ્યુ છે.