દીવનો દરીયો બન્યો ગાંડોતૂર, દરિયાના મોજા 5 ફૂટ જેટલા ઊંચા ઉછળ્યા
દીવ: વાયુ વાવાઝોડું વધુ સક્રિય થતા દરિયાનું પાણી દીવના રાજમાર્ગો પર ફરી વળ્યું હતું. અરબી સમુદ્રમાં આકાર લઇ રહેલુ વાવાઝોડું દિવસ વેરાવળ તરફ આગળ વધી રહ્યું છે. સમૂદ્રમાં વાવાઝોડું તીવ્ર ગતિએ આગળ વધી રહ્યું છે. જેને કારણે દરીયામા ખૂબ મોટા મોજા ઉછળી રહ્યા છે અને દરીયો તોફાની બની રહ્યો છે જેને ધ્યાને લઈને દીવ વેરાવળ સહીતના બંદરો પર 9 નંબરનું સિગ્નલ જાહેર કરી દેવામાં આવ્યુ છે. અરબી સમુદ્રમાં આકાર લઈ અને આગળ વધી રહેલું વાવાઝોડું સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારોમાં ચોક્કસ પણે ત્રાટકશે તીવ્રતમ ગતિએ આગળ વધી રહેલું વાવાઝોડું કલાકના 140 થી લઈને ૧૬૦ કિલોમીટરની ઝડપે આગળ વધી રહ્યું છે જેને કારણે દરિયો તોફાની બન્યો છે. જેના પરિણામે દરિયામાં ખૂબ મોટા અને વિકરાળ મોજા ઉછળી રહ્યા છે. 9 નંબરનું સિગ્નલ વાવાઝોડું ભયાનક અને ખૂબ નુકસાનકારક હશે અને ચોક્કસ પણે સૌરાષ્ટ્રના બંદરો ઉપર ત્રાટકશે પહેલા વાયુ નામનો આ વાવાઝોડું દીવથી લઈ અને વેરાવળના દરિયાકાંઠે ત્રાટકવાની શક્યતાઓ હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવતી હતી. વાવાઝોડાની અસરને ધ્યાને રાખીએ તો આ વાવાઝોડુ માંગરોળ સીલ માધુપુર પોરબંદર મીયાણી દ્વારકા અને હર્ષદ જેવા બંદરો પર વાયુ વાવાઝોડાની તીવ્રતમ અસર જોવા મળશે તો સામે પક્ષે વેરાવળથી લઇ સુત્રાપાડા કોડીનાર ઉના અને દિવના દરિયામાં પણ ખૂબ જ પ્રચંડ વેગે આ વાવાઝોડું ત્રાટકે તેવી શક્યતાઓ જોવામાં આવી રહી છે.