5 વર્ષના બાળકે ગીતાના 40 શ્લોક કંઠસ્થ કર્યા - gujarat
અરવલ્લી : આજકાલ નાના બાળકો મોબાઈલ અને ટીવીમાં મશગૂલ હોય છે. ત્યારે મોડાસાના જિતપુર ગામના પાંચ વર્ષના બાળક ગીતાના 40 શ્લોક કંઠસ્થ કર્યા છે.મોટાભાગના લોકો ગીતા જોઈને વાંચતા હોય છે. પરંતુ મોડાસાના જિતપુરમ ગામનો પાંચ વર્ષનો જય પટેલ ગીતાના શ્લોક બોલે છે.જય અને તેની બહેન રોજ સવારે અને સાંજે ગીતાનું પઠન કરી રોજ એક શ્લોક કંઠસ્થ કરે છે.