ગરવા ગિરનારની પાવન પરિક્રમા પૂર્ણ - ગિરનારની પાવનકારી લીલી પરિક્રમા
જૂનાગઢઃ ગરવા ગિરનારની પાવનકારી લીલી પરિક્રમા સોમવારે દેવદિવાળીના પાવન પ્રસંગે પૂર્ણ થઈ છે. કારતક સુદ અગીયારસથી કારતક સુદ પૂનમ સુધી ગિરનારની પરિક્રમા યોજાય છે. જેમાં દેશ અને દેશાવર થી મોટી સંખ્યામાં ભાવિકો હાજર રહીને આ પાવનકારી પરિક્રમામાં જોડાયા હતા. આજે પરિક્રમા પૂર્ણ કરીને તેમના નિજસ્થાનો પર પરત ફર્યા હતા.