ગુજરાત

gujarat

ETV Bharat / videos

અંબાજીના માનસરોવરમાં ગૌરીવ્રતને લઈને માંનેશ્વર મહાદેવજીના મંદિરે બાલિકાઓનો પૂજા-અર્ચના માટે ઘસાારો - Starting of gauri vrat

By

Published : Jul 22, 2021, 10:08 AM IST

બનાસકાંઠા : આજથી બાલિકાઓના ગૌરીવ્રતનો પ્રારંભ થયો છે. આ વ્રત કુંવારી કન્યાઓ શ્રાવણ માસના 5 દિવસ પહેલા શરૂ કરતી હોય છે. આ 5 દિવસના વ્રતમાં કુંવારીકાઓ ભગવાન શિવને રીઝવવાના પ્રયાસ કરે છે. ગઇકાલથી બાલિકાઓના ગોરીવ્રતનો પ્રારંભ થયો છે. 5 દિવસના વ્રતમાં ભગવાન શિવને રીઝવવાના પ્રયાસ કરે છે. માનેશ્વર મહાદેવજીના મંદિરે બાલિકાઓના દર્શન-પૂજા માટે ભીડ જોવા મળી છે. ગૌરીવ્રતને લઈને અંબાજીના માનસરોવરમાં માંનેશ્વર મહાદેવજીના મંદિરે બાલિકાઓની પૂજા માટે ભીડ જોવા મળી હતી. જોકે, આ ગૌરી વ્રતમાં નાની વયએ બાળાઓ યુવાન વયે સદગુણી પતિ મળે અને સાથે ઘર પરિવાર માં સુખશાંતિ પ્રાપ્ત થાય તે માટે 5 દિવસના મોળા (અલૂણાં) વ્રત કરે છે. આ વ્રત બાલિકા 7 વર્ષની થાય ત્યારથી સતત 5 વર્ષ સુધી કરે છે. નાની બાળાઓ પોતાના હાથે ભગવાન શિવ અને દેવી પાર્વતીની પૂજા કરીને ભવિષ્યમાં સારો પતિ મળે તે માટે રીઝવે છે. હિન્દૂ સંસ્કૃતિમાં આ ગૌરી વ્રતનો ખાસ મહિમા છે. જોકે, શિવપુરાણમાં લખેલુંં છે તેમ, હિમાલય પુત્રી દેવી પાર્વતીએ ભગવાન શિવજીને પતિ રૂપે પ્રાપ્ત કરવા ગૌરી વ્રત અને જયાપાર્વતી બન્ને વ્રત કર્યા હતા. આ પૂજામાં કુંવારી કન્યાઓ ભગવાન શિવજીની પૂજા કાર્ય પછી પીપળના થડમાં દીપ પ્રગટાવીને પૂજા કરે છે. ત્યારબાદ ગોરી વ્રતની કથાનું વાંચન પણ કરે છે. હિન્દૂ સંસ્કૃતિમાં આ ગૌરી વ્રતનો ખાસ મહિમા છે.

ABOUT THE AUTHOR

...view details