ગીર સોમનાથમાં દરિયાઈ પટ્ટી પરથી મહા સંકટ ટળ્યું - મહા ચક્રવાત ગીર સોમનાથ
ગીર સોમનાથ : છેલ્લા ઘણા દિવસોથી રાજ્યભરમાં એક જ ચર્ચા ચાલી રહી હતી. કે, 'મહા' ચક્રવાત ગુજરાત અને ખાસ કરીને સૌરાષ્ટ્રને ધમરોળશે. દસ દિવસ સુધી ગુજરાત ઉપર આવેલ ભયનું વાદળ હવે દૂર થયું છે. હવામાન વિભાગ દ્વારા કહેવામાં આવ્યું છે કે, 'મહા' વાવાઝોડાની તીવ્રતા સમુદ્રમાં જ ઘટી છે અને કદાચ એ સમુદ્રમાં જ વિલીન થશે. જો કે, 'મહા'ની આડઅસર ચોક્કસથી ગુજરાતના સમુદ્રતટીય વિસ્તારોમાં જોવા મળશે. જેના કારણે ભારે વરસાદ અને તોફાની પવનોનો સામનો કરવો પડી શકે છે. પણ 'મહા' ચક્રવાતનું સંકટ કંઈ જ ગંભીરતા નથી ધરાવતું. જેના કારણે સૌરાષ્ટ્રવાસીઓ ખુબજ રાહત અનુભવી રહ્યા છે.