જનતા કરફ્યૂઃ ગીર સોમનાથમાં લોકોએ થાળી વગાડી કર્યું અભિવાદન - ગીર સોમનાથ
ગીર સોમનાથઃ વડાપ્રધાન દ્વારા આહ્વાન કરાયેલા જનતા કરફ્યૂના સમાપ્ત થયા બાદ ગિર સોમનાથના વિવિધ તાલુકાઓમાં લોકોએ થાળી અને તાળીઓ સાથે આરોગ્ય કર્મીઓ તેમજ વ્યવસ્થા તંત્રના કર્મચારીઓની સરાહના કરી હતી. જિલ્લામાં લોકોએ સવારથી સાંજ સુધી કરફ્યૂનું ચુસ્ત પાલન કર્યું હતુ.