સાબર ડેરીએ પશુપાલકોને દીવાળીની આપી ભેટ, ભાવમાં રૂપિયા 10નો કર્યો વધારો - સાબર ડેરીએ દુધના ભાવમાં વધારો કર્યો
સાબરકાંઠા: દિવાળીને પગલે સાબર ડેરીએ પશુપાલકોના હિતને ધ્યાનમાં રાખીને દૂધના ભાવમાં વધારો કર્યો છે. ડેરીએ દિવાળીની ભેટ સ્વરૂપે દૂધમાં પ્રતિ કિલો ફેટે 10 રૂપિયાનો વધારો કર્યો છે. જેથી સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાના પશુપાલકોમાં ખુશીની લહેર જોવા મળી રહી છે. આ ભાવ વધારો આગામી 25 ઓકટોબર સુધીમાં કરવામાં આવશે. જેમાં પશુપાલકોને ભેંસના દૂધમાંથી પ્રતિકિલો ફેટે 710 રૂપિયાનો ભાવ અને ગાયના દૂધમાં પ્રતિકિલો ફેટે 304નો રૂપિયા ભાવ આપવામાં આવશે.