દહેજ ઘોઘા રોપેક્ષ ફેરી સર્વિસ 5 મહિના બાદ આજથી પુન:પ્રારંભ - ભરૂચ સમાચાર
ભરૂચ: દક્ષિણ ગુજરાતને સૌરાષ્ટ્ર સાથે દરિયાઈ માર્ગે જોડાનાર દહેજ ઘોઘા રોપેક્ષ ફેરી સર્વિસ છેલ્લા પાંચ મહિનાથી બંધ કરવામાં આવી હતી. દહેજ બંદરે ડ્રેજીંગની સમસ્યા સર્જાતા સંચાલક કંપની દ્વારા ફેર સર્વિસ બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. જો કે, તાજેતરમાં મળેલા કેન્દ્ર અને રાજ્ય સરકારના અધિકારીઓની બેઠકમાં આ સમસ્યા દૂર કરવા હકારાત્મક અભિગમ દાખવવામાં આવ્યો હતો, ત્યારે આજથી ફેરી સર્વિસનો પુન:પ્રારંભ થયો છે. દહેજ બંદરે ડ્રેજીંગની સમસ્યા બાદ શરૂ થયેલી ફેરી સર્વિસનો ૧૧૨ મુસાફરોએ લાભ લીધો હતો.