જૂનાગઢમાં ગાંધીજીના જીવન વૃતાંતનું ચિત્રપ્રદર્શન યોજાયું - ghandhiji
જૂનાગઢઃ રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની 150 મી જન્મ જયંતી ને લઇને જૂનાગઢમાં ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી અને મહાલેખા કાર કચેરીના સંયુક્ત ઉપક્રમે ગાંધીજીના જીવન વૃતાંત અને જુનાગઢના ઇતિહાસને ઉજાગર કરતા ચિત્રોનું પ્રદર્શન યોજવામાં આવ્યું હતું. આગામી દિવસોમાં રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની 150 મી જન્મ જયંતીની ઉજવણી થવા જઇ રહી છે. આ કાર્યક્રમમાં શહેરના નાગરિકો અને વિદ્યાર્થીઓએ ખાસ ઉપસ્થિત રહીને ગાંધીજીના જીવન પ્રસંગો અને જુનાગઢ ના ઈતિહાસ વિશેની તલસ્પર્શી અને નાના નાની માહિતી ચિત્રના માધ્યમથી મેળવી હતી.