મોડાસાના ગાયત્રી મંદિરની આરતીનો ભક્તોએ લીધો લાભ - latest news of arvalli
અરવલ્લીઃ મોડાસાના પ્રસિદ્ધ એવા ગાયત્રી મંદિરમાં સવારે સાત વાગ્યે ભક્તોએ આરતીનો લાભ લીધો હતો. જેમાં મોટી સંખ્યામાં ગાયત્રી પરિવારના સભ્યો અને નગરજનોએ ગાયત્રી માતાની આરતી કરી ધન્યતા અનુભવી હતી. અખિલ વિશ્વ ગાયત્રી પરિવાર શાંતિકુંજ હરિદ્વારના માર્ગદર્શન હેઠળ 45 વધુથી સ્થળોએ જનજાગૃતિ કેન્દ્રોનું નિર્માણ કરાયું હતું. જે પૈકી મોડાસાના ગાયત્રી ચેતના કેન્દ્રમાં પણ આ કાર્યકમ યોજાયો હતો. જેમાં સ્થાનિકો સહિત આસપાસના ગ્રામજનોએ ભાગ લીધો હતો. આ ઉપરાંત આ કેન્દ્ર દ્વારા નારી જાગરણ, યુવા જાગૃતિ બાલ સંસ્કાર કેન્દ્ર ,વ્યસન મુક્તિ ,આવો ઘડીએ સંસ્કાર માટે કાર્યક્રમો પર્યાવરણ બચાવો આંદોલન સારા પુસ્તકો દ્વારા ચિંતન માટે સતત પ્રયત્નો અને કન્યાને કિશોર કૌશલ્ય શાળા હાઇસ્કૂલોમાં વિદ્યાર્થીઓ માટે અનેક કાર્યક્રમો યોજવામાં આવે છે.