દાહોદ જિલ્લામાં ગાયગૌહરીનો તહેવાર ધામધૂમપૂર્વક ઉજવાયો - ગાયગૌહરીનો તહેવાર
દાહોદઃ આદીવાસી બહુમતી ધરાવતા દાહોદ જિલ્લામાં દિવાળીની સવારે ઉજવવામાં આવતા નવા વર્ષનું અનેરૂ મહત્વ છે. નૂતન વર્ષના રોજ આદીવાસી પ્રજા અનોખી રીતે ગૌરજ માથે ચઢાવીને પોતાને ધન્ય અનુભવતા હોય છે. એટલે કે પારંપરાગત રીતે ગાયગૌહરી પડીને ધન્યતા અનુભવતા હોય છે. ગૌહરી પડનારાઓ લોકોની સંખ્યા કરતા ગૌહરી પડનારાઓને નિહાળનાર લોકોની સંખ્યા પણ બહોળી હોય છે. જિલ્લા પોલીસ વડા દ્વારા ગૌહરીના પર્વ પગલે ચૂસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવતો હોય છે.