અંબાજીમાં અકસ્માતના મૃતકોને શ્રદ્ધાંજલિઃ મહેસાણામાં ગરબા મોકૂફ - banaskatha news
મહેસાણા: સોમવારે બીજા નોરતે અંબાજી નજીક ત્રિશૂળીયા ઘાટમાં અકસ્માતની દુઃખધ દુર્ઘટના બની હતી. ત્રિશૂળિયા ઘાટ નજીક થયેલા અકસ્માતમાં 21 લોકોના મોત થયા હતા અને 50 જેટલા વ્યક્તિ ઈજાગ્રસ્ત થયા હતા. આ કરુણાંતિકા પછી અંબાજીના ચાચર ચોકમાં ગરબા આયોજકો દ્વારા બીજા નોરતે રાસ ગરબા મોકુફ રાખવામાં આવ્યા હતા. માતાજીની આરતી અને આરાધના કરી બે મિનિટનું મૌન પાળી શોક વ્યક્ત કરવામાં આવ્યો હતો.