ગોંડલના કોલીથડ ગામે કોઝવેમાં ગાબડું, બાઈક ચાલક ગાબડામાં ફસાયા - કોલીથડ નદી
રાજકોટઃ જિલ્લાના ગોંડલ તાલુકાના પાટિયાળી ગામ પાસે આવેલા મોતીસર ડેમમાં પુષ્કળ પ્રમાણમાં પાણીની આવકને થતા 14 દરવાજા ખોલાવામાં આવ્યા હતા. જેના કારણે નીંચાણવાળા ગામોના કોઝવે પર પાણી ફરી વળ્યાં હતા. કોલીથડ નદીમાં આવેલા ભારે પૂરના કારણે નદી પરના કોઝવેમાં ગાબડું પડતા પસાર થતા અનેક લોકો પડ્યા હતા અને નાની મોટી ઇજાઓ થવા પામી હતી. કોલીથડ ગામથી મફતિયા પરા વિસ્તાર અને વાળધરી, લુણીવાવ જવાના માર્ગ પરના કોઝવેમાં ગાબડું પડ્યું હતું. હાલ તંત્ર દ્વારા કોઝવેને બંધ પણ કરવામાં આવ્યો નથી.