ગુજરાતનું એકમાત્ર એવું ગણેશ પંડાલ, જ્યાં માનતાના ગણપતિનો થાય છે સ્વિકાર - ગણેશ મહોત્સવ
રાજકોટ: શહેરમાં છેલ્લા 20 વર્ષથી ત્રિકોણ બાગ કા રાજાની સ્થાપના કરવામાં આવી છે. કહેવાય છે કે, સૌરાષ્ટ્રનો આ પ્રથમ એવો ગણેશ મહોત્સવ છે. જ્યાં સાર્વજનિક ગણેશ મહોત્સવની સ્થાપના કરવામાં આવે છે. દર વર્ષે શિવસેના દ્વારા ગણેશજીની સ્થાપના કરવામાં આવે છે. રાજકોટના ત્રિકોણ બાગ કા રાજાની મૂર્તિ નાસિકથી આવી છે. આ વર્ષે ત્રિકોણ બાગ કા રાજાને ગો ગ્રીન થીમ રાખવામાં આવી છે. તેમજ વધુમાં વધુ લોકો પર્યાવરણ પ્રત્યે જાગૃત થાય અને વૃક્ષો વાવે તેવા શુભ હેતુથી ગ્રીન થિમમાં ગણેશજીની સ્થાપના કરવામાં આવી છે. ભક્તો પણ પર્યાવરણને સમજે તે માટે આ પ્રકારનું આયોજન કરવામાં આવ્યું છે. તેમજ આ વર્ષે ગણેશજીની મૂર્તિ સહિતની વસ્તુઓનો રૂપિયા એક કરોડનો વીમો ઉતારવામાં આવ્યો છે. ત્રિકોણ બાગ કા રાજાના દર્શન માટે રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણી પણ પોતાના પરિવાર સાથે દર વર્ષે આવે છે. રાજકોટમાં યોજાતા ત્રિકોણ બાગ કા રાજાની લોકવાયકા છે કે, જે માગો તે મળે તે પ્રમાણે ગણેશ ભક્તો દ્વારા અહીંના પંડાલમાં નાના નાના ગણેશજીની મૂર્તિ જે માનતાની મૂર્તિ છે તે મુકવામાં આવે છે.