દાહોદમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે દુંદાળા દેવને અપાઈ વિદાય - etv bharat
દાહોદઃ શહેરમાં 10 દિવસ આતિથ્ય માણ્યા બાદ દુંદાળા દેવને ભક્તોએ ધામધૂમપૂર્વક વિદાય આપી હતી. તેમજ "ગણપતિ બાપા મોરિયા પુઢચ્યા વર્ષી લવકર યા" ના નારા સાથે ફરી આવવા માટે આમંત્રણ આપ્યુ હતું. ગણેશ વિસર્જનને લઈને વહીવટી તંત્ર અને પોલીસ વિભાગ દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો હતો. શહેરના ઐતિહાસિક છાબ તળાવ મુકામે દુંદાળાદેવની વિદાય માટે ક્રેનો અને તરવૈયાઓએ પોલીસ બંદોબસ્ત વચ્ચે તળાવના ઉંડા પાણીમાં મૂર્તિઓનું વિસર્જન કરાવ્યુ હતું. ભાવિક ભક્તોએ દુંદાળાદેવને ભારે હદય સાથે વિદાય આપી હતી.