ભરૂચમાં પુરની પરિસ્થિતિ વચ્ચે કોમી એકતાના પ્રેરણાત્મક દ્રશ્યો, જુઓ વીડિયો - તાજીયા
ભરૂચ: જિલ્લામાં પુરની પરિસ્થિતિ વચ્ચે કોમી એકતાના પ્રેરણાત્મક દ્રશ્યો જોવા મળ્યા હતા. ફુરજા વિસ્તારમાં પુરના પાણી વચ્ચે ગણેશ પ્રતિમા અને તાજીયાને એક જ બોટમાં મૂકી નર્મદા નદીમાં વિસર્જન કરવામાં આવ્યું હતું. હાલ લોકો પુરની પરિસ્થિતિ વચ્ચે મુશ્કેલીમાં છે અને જન જીવન પ્રભાવિત થયું છે. બીજા બાજુ એવા કેટલાક દ્રશ્યો છે. જે મનમાં શાંતિનો અહેસાસ કરાવે છે. કોમી એકતાનાં પ્રેરણાત્મક દ્રશ્યો ભરૂચના ફુરજા વિસ્તારમાં જોવા મળ્યા હતા. નદી કિનારે વસેલા ફુરજા વિસ્તારમાં પુરના પાણી ફરી વળ્યા છે. પુરના પાણીના કારણે આ વિસ્તારમાં સ્થાપિત શ્રીજીની પ્રતિમાને કેવી રીતે વિસર્જન માટે લઇ જવી એની ચિંતામાં ગણેશ આયોજકો હતા આ સમય દરમિયાન કેટલાક મુસ્લિમ બિરાદરો તાજીયાને નદીમાં ઠંડા કરવા બોટ લઇ જઈ રહ્યા હતા. મુસ્લિમ ભાઇઓ દ્વારા ગણેશજીની પ્રતિમાને બોટમાં મુકવામાં આવ્યું હતું. આમ તાજીયા અને શ્રીજીની પ્રતિમાને એક જ બોટમાં લઇ જઈ પાવન સલીલામાં નર્મદામાં વિસર્જન કરવામાં આવ્યું હતું. પુરની કઠીન પરિસ્થિતિ વચ્ચે આ દ્રશ્યો કોમી એકતાનો સંદેશો પાઠવે છે. કોમના નામ પર લડતા ઝઘડતા લોકોને અનેક શીખ આપી જાય છે.