માલધારી આંદોલનઃ ગાંધીનગર જતા 20 માલધારીની કુતિયાણા પોલીસે કરી અટકાયત - Maldhari society
પોરબંદરઃ શહેરમાં છેલ્લા ઘણા દિવસોથી LRD ભરતીમાં અન્યાય બાબતે માલધારી સમાજ દ્વારા આંદોલન ચાલી રહ્યું છે, ત્યારે ગાંધીનગરમા આ બાબતે વિરોધ પ્રદર્શનમાં જઇ રહેલ માલધારી સમાજના 20 જેટલા યુવાનોને કુતિયાણા પોલીસે અટકાયત કરી પોલીસ સ્ટેશનમાં લઇ જતા માલધારી સમાજમાં રોષ વ્યાપી ગયો હતો. પોલીસે બળજબરીથી રબારી સમાજના 20 જણાની કારણ વગર અટકાયત કરી હોવાનું આગેવાનોએ જણાવ્યું હતું અને માલધારી સમાજના લોકો કુતિયાણા પોલીસ સ્ટેશનમાં મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.
Last Updated : Jan 29, 2020, 3:23 PM IST