Gandhinagar elections: PM મોદીના માતા હીરા બા એ 99 વર્ષની ઉંમરે મતદાન કર્યુ - હીરા બા પણ મતદાન કરવા પહોંચ્યા
ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણીનું મતદાન ચાલુ છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીના માતા હીરા બા પણ મતદાન કરવા પહોંચ્યા હતા. હીરા બા ને સુરક્ષાકર્મી અને પરિવારના લોકો એ સહારો આપીને મતદાન મથક સુધી લાવ્યા હતા. તેમણે ભાજપની જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો છે. જ્યારે પણ મતદાન હોય છે ત્યારે હીરા બા અચૂક મતદાન કરે છે. તેમણે રાયસણની પ્રાથમિક શાળામાં મતદાન કર્યું છે. શતાયુ મતદાતા તરફ પહોંચી રહેલા હીરા બા ક્યારેય વોટિંગ કરવાનુ ચૂકતા નથી. વિધાનસભા હોય કે કોઇપણ ચૂંટણી, તેઓ હંમેશા મતદાન કરીને તેમના જેવડા તથા યુવાનોને પ્રોત્સાહિત કરે છે.