પોરબંદરઃ ગુજરાતના એકમાત્ર સીધી સૂંઢવાળા ગણેશ - ganesh chaturthi
પોરબંદરઃ કોરોના મહામારીના લીધે મોટાભાગના ભક્તોએ ઘરમાં જ ગણેશની પૂજા વિધિ કરી છે. પોરબંદર નજીક આવેલા સૈંધવ કાળનું અતિ પૌરાણિક નંદેશ્વર મહાદેવનું મંદિર છે. જ્યાં સીધી સૂંઢવાળા ગણપતિનું પણ પ્રાચિન મંદિર આવેલું છે. મુંબઈમાં આવેલા સિદ્ધિવિનાયક મંદિરમાં પણ સીધી સૂંઢવાળા ગણપતિની મૂર્તિ છે. ગુજરાતમાં આ એકમાત્ર સીધી સૂંઢવાળા ગણપતિનું મંદિર છે. પોરબંદરમાં સીધી સૂંઢવાળા ગણપતિના દર્શન કરવાથી અનેક મનોકામના પૂર્ણ થાય છે તેવી માન્યતા લોકોમાં છે.