State Monitoring Cell In Lunawada: લુણાવાડામાં સ્ટેટ મોનીટરીંગ સેલ દ્વારા જુગાર ધામ ઝડપાયું - સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા જુગાર ધામ ઝડપાયું
મહિસાગર જિલ્લાના લુણાવાડા મંગળવારે રાત્રે સ્ટેટ મોનીટરીંગ સેલ દ્વારા (gambling den was seized by the state monitoring cell) જુગાર રમતા જુગારીઓને ઝડપી પાડવામાં આવ્યા હતા. લુણાવાડામાં છેલ્લા કેટલાય સમયથી ખુલ્લી જગ્યામાં પ્લાસ્ટિકની ટાલપટ્ટી બાંધી જુગાર ધામ ચલાવવામાં આવી રહયું હતું. મંગળવાર રાત્રિના સમયે ચાલતા જુગાર ધામ પર વિજીલન્સે રેડ (Vigilance reddened) કરી 17 જેટલા જુગારીઓને ઝડપ્યા હતા. રેડ દરમ્યાન તેમની પાસેથી 2.19 લાખ રોકડ સહિત 9.17 લાખનો મુદ્દામાલ પોલિસે જપ્ત કર્યો હતો. આ ઉપરાંત સ્થળ પરથી 21 મોબાઈલ અને 11 વાહનો પોલિસે જપ્ત કર્યા હતા. તમામ શખ્સોને આગળની વધુ કાર્યવાહી માટે સ્થાનિક પોલીસને સોંપવામાં આવ્યા છે.