શ્રાવણીયો જુગારઃ ખેડા જિલ્લાના ડુમરાલમાંથી 9 શકુનીઓ ઝડપાયા - શકુની
ખેડાઃ જિલ્લા LCBને મળેલી બાતમીને આધારે નડીયાદના ડુમરાલ ગામના એક ફાર્મ હાઉસમાં ચાલતું જુગારધામ ઝડપી પાડવામાં આવ્યું છે. પોલીસ દ્વારા 18 લાખના મુદ્દામાલ સાથે જુગારધામ ચલાવનારા કુખ્યાત ટીકૂ મચ્છી અને તેના પુત્ર સહિત 9 જુગારીઓને ઝડપી પાડવામાં આવ્યા છે. પોલીસ દ્વારા સ્થળ પરથી અંગ જડતીમાંથી મળેલા રોકડા રૂપિયા 1,24,890 તથા દાવ પર લગાવેલા રોકડ રૂપિયા 1,470 કુલ મળી રૂપિયા 1,26,360 તથા રૂપિયા 32,500ની કિંમતના 8 નંગ મોબાઇલ તથા 16,40,000ની કિંમતના વાહનો તથા જુગારના સાધનો મળી કુલ રૂપિયા 17,98,860ના મુદ્દામાલ સાથે તમામ 9 જુગારીઓ વિરૂદ્ધ જુગાર ધારા હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.