ગઢડા નગરપાલિકાએ 38 સફાઈ કર્મર્ચારીને છુટા કર્યા, સફાઇ કર્મચારીઓ આંદોલનના સહારે - સુપરવાઇઝર
બોટાદ: ગઢડા નગરપાલિકાએ 38 સફાઈ કર્મર્ચારીને છુટા કર્યા હતા. જે કારણે વિવિધ માંગણીઓને સંતોષ ન કરાતા સફાઇ કર્મચારીઓ ઉપવાસ પર ઉતર્યા છે. ગઢડા નગરપાલિકામાં કોન્ટ્રાક્ટ બેઝ પર ફરજ બજાવતા 38 સફાઇ કામદારોને અચાનક છૂટા કરાતા તેઓ ઉપવાસ આંદોલન પર ઉતર્યા છે. તેઓની વિવિધ માગણીઓ સંદર્ભે અગાઉ પ્રમુખ તથા ચીફ ઓફિસરને લેખિતમાં રજૂઆત કરવામાં આવી હતી. જેમાં સફાઈ કામદારને નિયમ મુજબ પગાર સ્લીપ આપવામાં આવે, સેટઅપ મુજબ સફાઈ કર્મચારીની ભરતી કરવામાં આવે, પાર્ટ ટાઈમ સફાઈ કામદારને ફુલટાઈમ કામ આપવામાં આવે, નોકરીનો સમય નક્કી કરવામાં આવે, નગરપાલિકાના સુપરવાઇઝર અને પટાવાળા દ્વારા જે સફાઇ કામદાર બહેનો સાથે અસભ્ય વર્તન કરવામાં આવે છે, તે બંધ કરવામાં આવે, તેમજ EPF નાણા આપવામાં આવે તેવી માંગણીઓ સાથે ગઢડા નગરપાલિકાના સફાઈ કર્મચારીઓ ઉપવાસ આંદોલન પર ઉતર્યા છે. જો તેમની માંગણીઓ સ્વીકારવામાં નહીં આવે તો અચોક્કસ મુદતની હડતાલ પર કરવામાં આવશે છે.