મહીસાગર: કડાણાની કેનાલમાં ગાબડું પડવાથી ખેડૂતોમાં રોષ - કડાણાના તાજા સમાચાર
મહીસાગર: જિલ્લાના કડાણા તાલુકામાં આવેલી ડાબા કાંઠા કેનાલમાં ગાબડું પડતા અનેક ખેતરોમાં પાણી ફરી વળ્યાં છે. ખેતરોમાં પાણી ફરી વળવાથી ઘઉં, મકાઈ, ચણા જેવા ઉભા પાકને મોટું નુકસાન થયું છે. જેથી ખેડૂતોને રાતા પાણી રડવાનો વારો આવ્યો છે. આ ઉપરાંત છાસવારે કેનાલોમાં ગાબડા પડવાની ઘટનાથી ખેડૂતોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.