વડોદરા APMCમાં પાર્કિંગ ઉલ્લંઘન મુદ્દે વેપારીઓએ કર્યો વેપારીઓનો વિરોધ,જુઓ વીડિયો - ફળફળાદીના હોલસેલ વેપારી
વડોદરા: શહેરના સૌથી મોટા ફ્રુટ અને શાકભાજી માર્કેટ એવાં ખંડેરાવ માર્કેટ પાસે વેપારીઓએ ખુદ વેપારીઓનો જ વિરોધ કરતાં આશ્ચર્ય સર્જાયું હતું. જેમાં માર્કેટના વેપારીઓ દ્વારા બીજા વેપારીઓ જેઓ કાયદાનું ઉલ્લંઘન કરીને APMCની જગ્યાએ સીધે સીધા દુકાનો પાસે જ વાહનો અધવચ્ચે પાર્ક કરી પોતાનો માલ ઉતારે છે. જેના વિરોધમાં ફ્રુટ વેપારી એસોસિએશનના વેપારીઓએ વિરોધ કર્યો હતો. જેને કારણે વેપારીઓ ધંધાકીય સ્પર્ધાને લઈને એકબીજાની સામે આવી જતા ઘડીભર માટે ખંડેરાવ માર્કેટ વિસ્તારમાં આવેલા ફળફળાદીના હોલસેલ, સેમી હોલસેલ તથા રિટેઈલ વેપારીઓના ધંધાના સ્થળે ભારે ઉત્તેજના ફેલાઈ ગઈ હતી.