જૂનાગઢમાં ફ્રુટના વેપારીઓએ બનાવી અર્થ પુર્ણ દિવાળીની રંગોળી
જૂનાગઢઃ દિવાળીના તહેવારમાં રંગોળીને ઉજવણીના ભાગરૂપે કરવામાં આવે છે. હિન્દુ ધર્મમાં માનતા સહુ કોઈ તેમના ઘર અને અન્ય સ્થળો પર રંગોળી બનાવે અને તેનો ઉત્સાહ દર્શાવતા હોય છે, ત્યારે જૂનાગઢના આઝાદ ચોકમાં ફળ ફ્રૂટનો વેપાર કરતાં વેપારીઓએ પણ અર્થપૂર્ણ અને સૌ કોઈને વિચારવા લાયક સંદેશા સાથે દિવાળીની રંગોળી બનાવી હતી. રંગોળીમાં વધતું જતું પ્રદૂષણ અને તેના કારણે થતા પર્યાવરણના વિનાશને કેન્દ્ર સ્થાને રાખીને દિવાળીની રંગોળી બનાવી હતી.