ગુજરાત

gujarat

ETV Bharat / videos

અમદાવાદ: ગોમતીપુરમાં દબાણ હટાવવા સમયે સ્થાનિક લોકો અને AMC વચ્ચે ઘર્ષણ - Friction between local people and municipal corporation while relieving pressure in Gomatipur area

By

Published : Jan 2, 2020, 3:44 PM IST

Updated : Jan 2, 2020, 4:38 PM IST

અમદાવાદ: AMC દ્વારા શહેરના ગોમતીપુર ખાતે રહેણાંક વિસ્તારમાં ડિમોલિશનની કાર્યવાહી યથાવત રાખવામાં આવી છે. જેમાં સ્થાનિક લોકોને વૈકલ્પિક સુવિધા પૂરી ન પડતા લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. મહત્વનું છે કે, 2012માં આ અંગે નોટિસ સ્થાનિકોને પાઠવવામાં આવી હતી. પરંતુ કોઈપણ નોટિસ પાઠવ્યા વગર જ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન જ્યારે દબાણ હટાવવાની કામગીરી કરી રહ્યું હતું. ત્યારે લોકોમાં વિરોધ જોવા મળી રહ્યો હતો. ડિમોલિશનની કાર્યવાહી કામદાર ચોકીથી રખિયાલ સુધી કરવામાં રહી છે. જેમાં ભારે પોલીસ બંદોબસ્ત સાથે AMC કર્મચારીઓ પણ હાજર રહ્યા હતા.
Last Updated : Jan 2, 2020, 4:38 PM IST

ABOUT THE AUTHOR

...view details