પાટણમાં જૈન શ્રેષ્ઠીઓ દ્વારા ફ્રી મેડિકલ ચેકઅપ કેમ્પ કાર્યક્રમ યોજાયો - gujarat latestv news
પાટણ: દેશની આર્થિક રાજધાની એવા મુંબઈમાં ધંધા રોજગાર માટે સ્થાયી થયેલા મૂળ પાટણના જૈન શ્રેષ્ઠીઓ દ્વારા વતનનું ઋણ ચૂકવવા માટે વર્ષ દરમિયાન અનેક સેવાકીય પ્રવૃત્તિઓ થતી હોય છે. ત્યારે પાટણમાં ગરીબ અને મધ્યમ વર્ગના લોકોને આરોગ્યલક્ષી સેવાઓ મળી રહે તે હેતુથી પંચાસર દેરાસર નજીક આવેલ જૈન ધર્મશાળા ખાતે ભક્તિવેદાંત હોસ્પિટલ અને રેનાઈસન્સ ફાઉન્ડેશનના સંયુક્ત ઉપક્રમે બે દિવસીય નિઃશુલ્ક મેડિકલ ચેકઅપ કેમ્પ યોજવામાં આવ્યો હતો. આ કેમ્પમાં બાળરોગ, હાડકાના રોગ, આંખ, ચર્મરોગ, દાંત, પ્લાસ્ટીક સર્જરી, કેન્સર, ન્યુરોફીજીશીયન, ફિજીશીયન, ગાયનેક, જનરલ સર્જન સહિતના મુંબઈના જાણીતા એવા 14 ડોકટરોની ટીમે દર્દીઓની તપાસ કરી હતી. પ્રથમ દિવસે મોટી સંખ્યામાં દર્દીઓએ તબીબો પાસે આરોગ્યની તપાસ કરાવી હતી.