કોરોના વાયરસઃ રાજકોટમાં પોલીસ દ્વારા નિઃશુલ્ક માસ્કનું વિતરણ કરાયું - corona virus
રાજકોટઃ રાજકોટ સહિત રાજ્યમાં 7 જેટલા કોરોના વાઈરસના પોઝિટિવ કેસ નોંધાયા છે. ત્યારે રાજકોટમાં કોરોનાનો પોઝિટિવ કેસ આવતા આરોગ્ય તંત્ર હરકતમાં આવ્યું છે. તેમજ જે વિસ્તારમાં પોઝિટિવ કેસ સામે આવ્યો છે ત્યાં સઘન ચેકીંગ અને લોકોની તપાસ કરવામાં આવી રહી છે. જ્યારે વિવિધ સામાજિક સંસ્થાઓ દ્વારા રાજકોટના અલગ-અલગ વિસ્તારમાં નિઃશુલ્ક માસ્કનું વિતરણ કરવામાં આવી રહ્યું છે. જેને લઈને રાજકોટની ગાંધીગ્રામ પોલીસ દ્વારા પણ આજે શહેરીજનોને નિઃશુલ્ક માસ્કનું વિતરણ કર્યું હતું.
Last Updated : Mar 21, 2020, 2:32 AM IST