જામનગરમાં સેવાભાવી સંસ્થા દ્વારા વિનામૂલ્યે ઊંધિયું વિતરણ કરવામાં આવ્યું - Celebration of Uttarayan Parva
આજે દેશભરમાં ઉત્તરાયણની રંગેચંગે ઉજવણી કરવામાં આવી રહી છે, ત્યારે કોરોના મહામારી બાદ પ્રથમ તહેવાર એવો આવ્યો છે કે, જ્યાં લોકો ઘરની બહાર નીકળી અને છત પર જઇને પતંગ ચગાવી ઉત્તરાયણ પર્વની ઉજવણી કરી હતી. જામનગરની અનેક સોસાયટીમાં લોકો બોપર બાદ છત પર પતંગ ચગાવતા જોવા મળ્યા હતા. કોરોના કાળ બાદ લોકો દિવાળીનો ઉત્સવ ઉજવી શક્યા નથી તો મકરસંક્રાંતિ પર લોકો મન મૂકી ઉંધીયુની લિજ્જત માંણી શકે તે માટે સેવા ભાવિ સંસ્થા આગળ આવી છે અને લોકોને વિનામૂલ્યે ઊંધિયું વિતરણ કરવામાં આવ્યું હતુ.