સાવલીના ધારાસભ્ય કેતન ઈનામદારની માગ સંતોષાઈ, સાવલી- સાંકરદાના વચ્ચે ફોરલેન રોડને મળી મંજૂરી - ધારાસભ્ય કેતન ઈનામદાર નારાજ
વડોદરાઃ સાવલીને જિલ્લા મથક વડોદરા વાયા ભાદરવા સાંકરદા થઈ અને આનંદ જિલ્લાને જોડતો સાવલી- સાંકરદાના હયાત બિસ્માર રોડને ચારમાર્ગીય બનાવવા માટેની માંગણી સંદર્ભે અધિકારીઓના અસહકારથી નારાજ થયેલા 135, વિધાનસભા મત વિસ્તાર સાવલીના ધારાસભ્ય કેતન ઇનામદારની માગ આખરે સંતોષી લેવાઈ છે. સરકારે આ કામને મંજૂરી આરી દીધી છે. નાયબ મુખ્યપ્રધાન નીતિનભાઈ પટેલે માર્ગ અને મકાન વિભાગને આદેશ આપી સૈદ્ધાંતિક મંજૂરીની મહોર મારી ભાજપા પ્રદેશ અધ્યક્ષ,સાંસદ,ભાજપના જિલ્લા પ્રમુખ,સાવલીના ધારાસભ્ય સહિતને પત્ર પાઠવતાં સાવલી ધારાસભ્યના નિવાસસ્થાને સાવલી,ભાદરવા સાંકરદા વિસ્તારના ગ્રામજનો કાર્યકરોએ એકત્ર થઈ ધારાસભ્ય કેતન ઇનામદારને ફુલહાર કરી શુભેચ્છા પાઠવી હતી. સાવલી-સાંકરદા રોડને ચારમાર્ગીય બનાવવાની જાહેરાતના પત્ર બાબતે ધારાસભ્યએ રાજ્યસરકાર,મુખ્યમંત્રી,ભાજપા પ્રદેશઅધ્યક્ષ સહિતનો આભાર વ્યક્ત કરી સાવલી ડેસર તાલુકાના વિકાસ કાર્યો માટે આગળ પણ સરકાર સહકાર આપશે નો આભાર સહિત આશાવાદ વ્યક્ત કર્યો હતો.