અંકલેશ્વરમાં 4 વર્ષની બાળકીનું અપહરણ - crime news
ભરૂચ: અંકલેશ્વરના પ્રતિન ચોકડી વિસ્તારમાં આવેલા કમલ શોપિંગ સેન્ટર બહાર શ્રમજીવી પરિવારના માતા-પિતા અને ચાર વર્ષીય બાળકી કાજલ નિંદ્રા માણી રહ્યાં હતા. આ દરમ્યાન અજાણ્યો ઇસમ 4 વર્ષીય બાળકીનું અપહરણ કરી ફરાર થઇ ગયો હતા. આ અપહરણની સમગ્ર ઘટના CCTVમાં કેદ થઇ છે. જેથી બાળકીના માતા-પિતાએ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. ફરિયાદના આધારે પોલીસે આગળની કાર્યવાહી હા ધરી છે.