ગુજરાત

gujarat

ETV Bharat / videos

બગસરામાં બળદગાડા સાથે 7 લોકો તણાયા, 4ના મોત - બગસરામાં 4 લોકો તણાયા

By

Published : Jun 9, 2020, 6:58 PM IST

અમરેલીઃ જિલ્લાના બગસરાના હમાપુર નજીક બળદગાડું તણાવાની ઘટના સામે આવી છે. જેમાં 4 લોકોના કમકમાટી ભર્યા મોત નીપજ્યા છે. બગસરાના હામાપુરમા બળદ ગાડા સાથે 7 લોકો પાણીના પ્રવાહમાં તણાયા હોવાની ઘટના સામે આવી છે. જેમાં બે મહિલા અને બે બાળકોના મોત નિપજ્યા છે. તો 3 લોકોનો આબાદ બચાવ થયો છે. જ્યારે મૃત્યુ પામેલનો મૃતદેહને ખીજડિયા ગામ નજીકથી મળી આવ્યા હતા . વાડીએથી ગાડામા ઘરે પરત ફરી રહ્યા હતા તે દરમિયાન સમગ્ર ઘટના બની હતી. પાણીના વોકળામા એકાએક પાણી આવી જતા બળદગાડું તણાયુ હતું, આ ઘટનામાં 1 બળદનું પણ મોત થયું છે. મૃતદેહની શોધખોળ કરીને પીએમ માટે બગસરા સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.

ABOUT THE AUTHOR

...view details