ભરૂચમા કોરોનાના વધુ ચાર દર્દી સાજા થતા હોસ્પિટલમાંથી રજા અપાઈ - Bharuch news
ભરૂચઃ જિલ્લામાં કોરોના કાળો કહેર બનીને વર્તી રહ્યો છે અને ઢગલાબંધ પોઝિટિવ કેસ સામે આવી રહ્યા છે, ત્યારે રાહતના સમાચાર મળી રહ્યા છે. અંકલેશ્વરની સ્પેશિયલ કોવીડ જયાબહેન મોદી હોસ્પિટલમાં કોરોનાની સારવાર લઇ રહેલા આમોદના મછાસરા ગામના યુસુફ પટેલ, હાંસોટના સુભાષ નાયક સહિત બે સગીર વયના દર્દીઓ સાજા થતા આજરોજ રવિવારના તેઓને રજા આપવામાં આવી હતી. સાથે હોસ્પિટલ સ્ટાફે દર્દીઓને તાળીઓના અભિવાદન સાથે તેમના ઘરે રવાના કર્યા હતા.