સાયલા ખાતે રૂપિયા 78 કરોડના ખર્ચે નિર્માણ થનારા ચાર માર્ગીય રસ્તાનું ખાત મુહૂર્ત કરાયું - સાયલામાં ચાર માર્ગીય રસ્તાનું ખાત મુહર્ત
સુરેન્દ્રનગર: જિલ્લાના સાયલા ખાતે સાયલા સુદામડા પાળીયાદ રોડ તેમજ સાયલાથી મુળી સુધીના રૂપિયા 78 કરોડના ખર્ચે નિર્માણ પામનારા ચાર માર્ગીય રસ્તાનું કૃષિ પ્રધાન આર.સી.ફળદુના હસ્તે ખાતમુહુર્ત કરવામાં આવ્યું હતું. આજના સમયમાં વાહનોની સંખ્યા વધવાના કારણે તેમજ માર્ગો પર ટ્રાફિકની સમસ્યા ના રહે તે માટે સાયલા સુદામડાનો આ રસ્તો ચાર માર્ગીય થવાથી અહીંના લોકો માટે વધુ સારી પરિવહન સુવિધા ઉપલબ્ધ બનશે. આ કાર્યક્રમમાં પુર્વ પ્રધાન કિરીટસિંહ રાણા, શંકરભાઈ દલવાડી, ડીડીઓ એસ. કે. હુડ્ડા, પ્રાંત અધિકારી આર. બી અંગારી, માર્ગ અને મકાન વિભાગના નાયબ કાર્યપાલક ઈજનેર રાકેશ ધોળકીયા, તેમજ આગેવાનો સહિત લોકો ઉપસ્થિત રહ્યા હતા.