મોરબીના પૂર્વ ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયાએ મતદન કર્યું - Morbi Election Update
મોરબીઃ પેટા ચૂંટણી માટે મંગળવારે મતદાન યોજાયું હતું. જેમાં પૂર્વ ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયા પત્ની જોશનાબેન સાથે મતદાન કરવા પહોંચ્યા હતા. શહેરના રવાપર રોડ પરની નીલકંઠ વિદ્યાલય ખાતે તેઓએ મતદાન કર્યું હતું. તેઓએ જણાવ્યું હતું કે, તેઓ આટલા વર્ષથી ચૂંટાઈ આવતા હતા. જેમાં 2017 માં આંદોલન સમયે તેઓ નજીવા મતે હાર્યા હતા. જો કે, એ સમયે પણ તેના વિરુદ્ધ થાળીઓ વગાડી ના હતી અને તેનું માન પણ જાળવ્યું હતું. તો બ્રિજેશ મેરજા જીતશે કે કેમ તે સવાલના જવાબમાં જણાવ્યું હતું કે, ભાજપ જીતશે અને કમલ ખીલશે. તેમજ વધુ મતદાન થાય તેવી અપીલ કરી હતી.