પૂર્વ મુખ્ય પ્રધાન કેશુબાપાના અસ્થિ વિસર્જન તેમની કર્મભૂમિ સોમનાથમાં કરાયું - કેશુબાપાના અસ્થિ વિસર્જન
ગીરસોમનાથ : રાજ્યના પૂર્વ મુખ્ય પ્રધાન દિવંગત કેશુભાઈ પટેલનો અસ્થિ વિસર્જન કાર્યક્રમ તેમની કર્મભૂમિ સોમનાથમાં યોજાયો હતો. મોટી સંખ્યામાં તેમના પરિજનો જોડાયા હતા અને તેમને શ્રદ્ધાંજલિ અર્પી હતી. ગુજરાતના રાજકારણમાં મોભી તરીકેની ફરજ બજારનારા પૂર્વ મુખ્ય પ્રધાન કેશુભાઈ પટેલે 93 વર્ષની વયે અંતિમ શ્વાસ લીધા હતા. ત્યારે દેશવિદેશના ખૂણેખૂણેથી લોકો તેમને શ્રદ્ધાંજલિ પાઠવી હતી.