સૌરાષ્ટ્ર યુનિ. ડમીકાંડ મામલો: ભાજપના પૂર્વ તાલુકા પ્રમુખ 4 વર્ષ સુધી નહીં આપી શકે પરીક્ષા - સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના તાજા સમાચાર
રાજકોટ: તાજેતરમાં જ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા લેવાયેલી પરીક્ષામાં ગોંડલની એક કોલેજમાં ભાજપના પૂર્વ તાલુકા પ્રમુખ અલ્પેશ ઢોલરિયા વતી અન્ય કોઈ વિદ્યાર્થી પરીક્ષા આપી રહ્યાનો આક્ષેપ NSUI દ્વારા કરવામાં આવ્યો હતો. જેથી સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા કોલેજનું પરીક્ષા સેન્ટર રદ્દ કરવામાં આવ્યું હતું. ત્યારબાદ શનિવારે યુનિવર્સિટી ખાતે મળેલી બેઠકમાં ડમીકાંડ મામલે મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. જેમાં આગામી 4 વર્ષ સુધી અલ્પેશ યુનિવર્સિટીની પરીક્ષા આપી શકશે નહીં આ ઉપરાંત તેના દ્વારા આપવામાં આવેલી બી.એ સેમેસ્ટર 1ની પરીક્ષા પણ રદ્દ કરવામાં આવી છે.