ગીર સોમનાથ: દ્રોણ ગામે દેખાયો મહાકાય અજગર, વનવિભાગે કર્યું રેસ્ક્યૂ
ગીર સોમનાથ: રાજ્યમાં આ વર્ષે સાર્વત્રિક વરસાદ નોંધાયો છે. ગીર સોમનાથ જિલ્લાના પડેલા ભારે વરસાદના કારણે ગીર જંગલ વિસ્તારના પ્રાણીઓ શહેરી વસાહતો તરફ આવી ચડ્યા છે. ત્યારે પાણીથી ભરેલા જંગલોમાંથી એક મહાકાય અજગર ગીર સોમનાથ જિલ્લાના ગીર ગઢડા તાલુકાના દ્રોણ ગામે આવી ચડયો હતો. જેનું વનવિભાગ દ્વારા રેસ્ક્યુ કરી અને જંગલમાં મુક્ત કરાયો હતો. ત્યારે વનવિભાગને પણ આ અજગરે આશ્ચર્યચકિત કર્યું હતું. વજનમાં અંદાજે 40 કિલો જેટલો અને લંબાઇમાં 15 થી 17 ફૂટ લાંબો આ અજગર સામાન્ય રીતે જોવા મળવો એ ખૂબ અલભ્ય બાબત માનવામાં આવે છે. ત્યારે વન વિભાગે તેને કાળજીપૂર્વક વનમાં મુક્ત કર્યો હતો.