વડોદરા પાણીના પોકાર વચ્ચે મેયર ડૉ. જિગિશા શેઠે યોજી પત્રકાર પરિષદ
વડોદરા: શહેર ના અનેક વિસ્તારમાં છેલ્લા કેટલાક મહિનાથી પાણીની સમસ્યા છે. કોઈ જગ્યાએ દુષિત પાણીની સમસ્યા તો કોઈ જગ્યા ઓછા પ્રેશરથી પાણી મળતું હોવાની બૂમ ઉઠી રહી છે ત્યારે તમામે તમામ સમસ્યાઓનું નિરાકરણ કોર્પોરેશન દ્વારા શોધી કાઢવામાં આવ્યું છે અને જે-તે જગ્યાએ પાણીની લાઇન લીકેજ હતી અથવા કોઈપણ પ્રકારની સમસ્યા હતી તેનું તમામ નિરાકરણ આવી ગયું હોવાનું મેયર ડૉ.જિગિશાબેન શેઠે, મ્યુ.કમિશ્નર નલિન ઉપાધ્યાય, ચેરમેન સતીશ પટેલ, ડે. મેયર ડૉ.જીવરાજ ચૌહાણ, શાસક પક્ષ નેતા કેતન બ્રહ્મભટ્ટ અને ઊચ્ચ અધિકારીઓની હાજરીમાં મીડિયાને જાણકારી આપી હતી. વધુમાં જણાવ્યું હતું કે, હાલ વડોદરા શહેરમાં 510થી 520 MLD પાણીની જરૂરિયાત છે ત્યારે પાલિકા દ્વારા 530થી 540 MLD પાણી મેળવી વિતરણ કરવામાં આવી રહ્યું છે.