ગુજરાત

gujarat

ETV Bharat / videos

રાજકોટના ઈતિહાસમાં પ્રથમ વખત ગુજસીટોક કાયદા હેઠળ ગુનો નોંધાયો - news of rajkot

By

Published : Aug 20, 2020, 4:32 AM IST

રાજકોટઃ શહેર પોલીસ દ્વારા ઇતિહાસમાં પ્રથમ વખત સંગઠિત ગુનાહિત પ્રવૃત્તિ કરનારા 11 ઈસમો વિરુદ્ધ THE GUJARAT CONTROL OF TERRORISME AND ORGANISED CRIME (GUJCTOC) હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. રાજ્યમાં આ પ્રકારના કાયદા હેઠળ ત્રીજો ગુનો રાજકોટમાં નોંધાયો છે. હત્યા, હત્યાનો પ્રયાસ અને લૂંટ જેવા ગંભીર ગુનાઓને અંજામ આપનારા 11 શખ્સોની ટોળકી વિરુદ્ધ રાજકોટ પોલીસે ગુજસીટોકના કાયદા હેઠળ કાર્યવાહી કરી છે. રાજકોટ ક્રાઈમ બ્રાન્ચે ફાયરિંગ અને હત્યા સહિતની ગુનાહિત પ્રવૃતિઓ ધરાવતો ઈમ્તિયાઝ ઉર્ફ લાલો સહિત 6ની અટકાયત કરી છે. ઈમ્તિયાઝ ઉર્ફ લાલા પર 12 જેટલા કેસ નોંધાઈ ચુક્યા છે. ઉલ્લેખનીય છે કે, ઈમ્તિયાઝ ગત ઘણા સમયથી ગુનાહિત પ્રવૃતિ ચલાવવા માટે પોતાના ગુનેગાર સાગરીતો સાથે મળી ગુનાઓ આચરવા માટે 'ઓર્ગેનાઈઝ ક્રાઈમ સિન્ડિકેટ' નામની ટોળકી બનાવી હતી. જે ગેંગના તમામ સાગરીતો ગત ઘણા સમયથી શહેરના વિવિધ વિસ્તારોમાં ગુનાઓ આચરતા હતા. જેને લઈને રાજકોટ પોલીસ દ્વારા ઇસમોને ઝડપી પાડી આ પ્રકારની કાર્યવાહી કરવામાં આવી છે.

ABOUT THE AUTHOR

...view details