લોકડાઉનઃ મોડાસામાં ગરીબોની વ્હારે આવ્યા નવયુવાનો - કોવિડ 19 ન્યૂઝ
અરવલ્લીઃ જિલ્લાના મોડાસામાં કોવિડ-19ના કારણે લોકડાઉનની પરિસ્થિતિમાં ગરીબ અને મધ્યમ વર્ગની હાલત કફોડી થઈ ગઈ છે. ત્યારે અરવલ્લીના જિલ્લાના મોડાસામાં કાર્યરત છે. યુવા ગ્રુપ દ્વારા 1500થી વધારે ફૂડ કીટ તૈયાર કરી ઘર સુધી પહોંચાડવાનો બંદોબસ્ત કર્યો હતો. આ કીટમાં ફક્ત દાળ ચાવલ જ નહીં પરંતુ તેલ સહિત મરી મસાલાનો પણ સમાવેશ કરવામાં આવ્યો હતો. આ કપરા સમયમાં યુવા ગૃપના સભ્યોએ સ્વભંડોળ તેમજ દાતાઓ પાસેથી સહયોગથી આ કાર્યની પહેલ કરી છે. યુવા ગૃપે નિર્ધાર કર્યો છે કે, જ્યાં સુધી લોકડાઉ રહેશે ત્યાં સુધી આ સેવાકાર્ય ચાલુ રહેશે.