જૂનાગઢ આરોગ્ય વિભાગ દ્વારા હાથ ધરાઇ તપાસ, મીઠાઈ ઉત્પાદકોને ફટકાર્યો 10 હજારનો દંડ - gujarati news
જૂનાગઢ: સાતમ આઠમ આવતાની સાથે જ ખાણીપીણીની દુકાનોમાં લોકો ઉમટી પડે છે. ત્યારે અખાદ્ય વસ્તુઓના સંગ્રહની વાતો સામે આવતી હોય છે. ખાસ કરીને શહેરના મીઠાઇ ઉત્પાદકોને ત્યાં તાપસ હાથ ઘરી હતી. પ્રતિબંધિત પ્લાસ્ટિક મળી આવતા 10 હજારનો દંડ ફટકારવામાં આવ્યો હતો. અધિકારીઓ દ્વારા વિક્રેતાઓને ત્યાં તપાસ કરતા મીઠાઇના ઉત્પાદનમાં ગેરરીતી માલુમ પડી હતી. કેટલાક વેપારીઓને અખાદ્ય મીઠાઇના વેચાણ બદલ 30 હજાર કરતા પણ વધુનો દંડ ફટકાર્યો હતો. શહેરના કાળવા ચોક વિસ્તારમાં અખાદ્ય તેલ પણ મળી આવ્યું હતું.