લોકડાઉનઃ ‘સડક થમ ગઇ...રાજકોટ જિલ્લાના નેશનલ હાઈવે સૂમસામ’ - જેતપુર ન્યૂઝ
રાજકોટઃ કોરોનાને લઇને કેન્દ્ર સરકારે 21 દિવસ માટે દેશને લોકડઉન કર્યો છે, ત્યારે રાજકોટ જિલ્લાના જેતપુર-જૂનાગઢ અને જેતપુર-પોરબંદર નેશનલ હાઇવે સંપૂર્ણ સૂમસામ જોવા મળે છે. ઉલ્લેખનીય છે કે, સામાન્ય દિવસોમાં આ હાઈવે પર ભારે ટ્રાફિક જામ જોવા મળે છે. રસ્તાઓ ખાલી દેખાતા ખ્યાલ આવે કે, અહીંયા લોકડાઉનને સંપૂર્ણ સમર્થન મળી રહ્યું છે.