રાત્રીના વરસેલા ધોધમાર વરસાદને પગલે કીમ માંડવી રાજ્યધોરી માર્ગ પર ઘૂંટનસમાં પાણી ભરાયા
સુરત: જિલ્લામાં આજે વહેલી સવારથી વરસાદ પડી રહ્યો છે જેના કારણે, ઓલપાડ, માંડવી, માંગરોળ, ઉમરપાડા વિસ્તારમાં વરસાદી પાણી ભરાયા છે. કીમ - માંડવીમાં રાજ્યધોરી માર્ગ પાણી પર ભરાયા છે. વરસાદી પાણી મુખ્યમાર્ગ પર ભરાતા વાહનો ચાલકો મુકાયા મુશ્કેલીમાં મૂકાયા છે. તંત્રની બેદરકારીના કારણે વરસાદના પગલે અવાર નવાર રસ્તા પર પાણી ભરાઈ જતા હોય છે. એક બાજુ પાણી અને બીજી બાજુ રસ્તા પર ખાડા પડી જતા વાહન ચાલકો હેરાન પરેશાન થઈ જાય છે. રાજ્યધોરી માર્ગ ની લગોલગ આવેલ દુકાનોમાં પણ પાણી ઘુસી ગયા છે.