ભાવનગરમાં 5 હજાર વર્ષથી થઈ રહી છે નિષ્કલંક મહાદેવની ધજા પૂજા - gujarati news
ભાવનગર: વિવિધતાઓથી સમૃદ્ધ એવા ભાવનગર જિલ્લાના 151 કિલોમીટર લાંબા સમુદ્ર તટે અનેક ઝાઝરમાન ઐતિહાસિક ધાર્મિક સ્થળો પણ આવેલા છે. જે પૈકી 5 હાજાર વર્ષ પૂર્વ સ્થાપિત 5 શિવલિંગ પણ આવેલી છે. પૌરાણિક શાસ્ત્રો અનુસાર પાંડવો સ્નાન કરીને નિષ્લંક થયા હતા. ત્યારથી દર વર્ષના શ્રાવણ માસના અંતિમ દિવસે ભવ્ય ભાતીગળ મેળો યોજાય છે. લોકો દુર દુરથી દર્શન કરવા પણ આવે છે. આ ઐતિહાસિક સ્થળ પર પ્રથમ ધજા ગોહિલવાડના રાજવી પરિવાર દ્વારા ચડાવવામાં આવે છે. નિલમબાગ પેલેસ ખાતે રાજ પુરોહિતની ઉપસ્થિતીમાં ધ્વજ પૂજન કરવામાં આવે છે. જે બાદ નિષ્કલંક મહાદેવને ધજા ચઢાવવામાં આવે છે. આ ઉપરાંત મેળા માટે જિલ્લા પ્રશાસન તંત્ર પોલીસ તથા કોળીયાક ગ્રામ પંચાયત દ્વારા દર વર્ષની માફક આ વર્ષે પણ સુંદર વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. આ મેળામાં રાત્રે લોક ડાયરા તથા પ્રચીન સંસ્કૃતિની ઝાંખી રજુ કરતાં કાર્યક્રમો પણ યોજાશે.