જામનગરમાં ઇકો કારનું ટાયર ફાટતા પાંચ લોકો ઇજાગ્રસ્ત - Jamnagar News
જામનગરઃ શહેરમાં સરમત પાટિયા પાસે ઇકો કારનું ટાયર ફાટતા અકસ્માત સર્જાયો હતો. જેમાં 5 મુસાફરો ગંભીર રીતે ઘવાયા હતા. 5 મુસાફરોમાં 2 મહિલા અને 3 પુરૂષનો ઇજાગ્રસ્ત થયા હતા. મહત્વનું છે કે, ઇકો કાર પૂર ઝડપે જઈ રહી હતી તે દરમિયાન આગળનું ટાયર ફાટતા ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. એમ્બ્યુલન્સની મદદથી તમામ મુસાફરોને જીજી હોસ્પિટલમાં ખસેડાયા હતા. ડોક્ટર દ્વારા તાત્કાલિક સારવાર આપવામાં આવી રહી છે. મુસાફરોને હાથ, પગ અને માથાના ભાગે ગંભીર ઇજા થઇ હતી.