ETV Bharatના માધ્યમથી ફિટનેસ ટ્રેનર સપના વ્યાસે આપી ફિટનેસ ટિપ્સ - અમદાવાદ કોરોના
2020ના વર્ષે દેશ અને દુનિયાના લોકોને પોતાના સ્વાસ્થય અંગે વધુ જાગૃત કર્યા છે. કોરોના સંક્રમણના વધારા બાદ બધા જ લોકો પોતાના શરીરની ઈમ્યુનિટી કેવી રીતે બિલ્ટ અપ થાય તે માટે વિચારતા થયા છે. આથી હવે 2021ના વર્ષમાં આપ કેવી રીતે ફિટ અને સ્વસ્થ રહેશો તે અંગે પૂર્વ આરોગ્યપ્રધાન ડૉ. જયનારાયણ વ્યાસની પુત્રી અને ફિટનેસ ટ્રેનર સપના વ્યાસે કેટલીક મહત્વની ટિપ્સ આપી છે. સપના વ્યાસે ETV Bharatના માધ્યમથી આપી છે ફિટનેસ ટિપ્સ. આવી ટિપ્સ કે જે તમને 2021માં કોરોનાથી બચાવશે અને શારીરિક સ્વાસ્થયમાં વધારો અને ઈમ્યુનિટી બુસ્ટરનું કામ કરશે. જેથી આપ જરૂરથી સપના વ્યાસની ટિપ્સને અનુસરીને અમલમાં મુકશો, તો તમે 2021ના નવા વર્ષમાં કોન્ફિડન્ટ સાથે ફિટ અને ફાઈન રહેશો.