ગુજરાત

gujarat

ETV Bharat / videos

વાત્રક નદીમાં માછીમારી કરતા ગરીબોની રોજીરોટી છીનવાઇ, કોન્ટ્રાક્ટરોની સામે આવી દાદાગીરી

By

Published : Aug 29, 2019, 6:23 PM IST

અરવલ્લી: માલપુર તાલુકામાં 200 ગરીબ પરિવારો વાત્રક નદીમાં વર્ષોથી માછીમારી કરી પોતાના પરિવારનું ગુજરાન ચલાવે છે. જોકે વાત્રક ડેમમાં માછીમારીનો કોન્ટ્રાક્ટર ધરાવતા કોન્ટ્રાક્ટરની મનમાની અને જોહુકમીના પગલે ગરીબ પરિવાર પર આભ તૂટી પડયું છે. માલપુરની વાત્રક નદીમાંથી માછીમારી કરતા પરિવારોની માછીમારી કરવા જતાં કોન્ટ્રાક્ટરે માછલી પકડવાની સાધન-સામગ્રી છીનવી લીધી હતી અને વાત્રક નદીમાં માછીમારી કરતા પરિવારોને ધાકધમકી આપવામાં આવતા માછીમારી કરતાં પરિવારોએ ગુરુવારે જિલ્લા કલેકટરને આવેદનપત્ર આપી ન્યાયની માંગ કરી હતી.

ABOUT THE AUTHOR

...view details